ભરૂચ:વાલ્મીકિ વાસ ખાતે ઘોઘારાવ મંદિરના જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ભરૂચના લાલ બજાર, વાલ્મીકિ વાસ ખાતે આવેલ ઘોઘારાવ મંદિરનું સમસ્ત જ્ઞાતિઓના સહયોગથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો

New Update
ભરૂચ:વાલ્મીકિ વાસ ખાતે ઘોઘારાવ મંદિરના જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

અખિલ ભારતીય સમસ્ત સમાજ સેવા સમિતિ ભરૂચ તેમજ સમસ્ત ભરૂચ શહેર વાલ્મિકી સમાજ દ્વારા વાલ્મિકી સમાજના આસ્થાના પ્રતીક એવા ઘોઘા રાવ મહારાજના મંદિર જીર્ણોધ્ધાર - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના લાલ બજાર, વાલ્મીકિ વાસ ખાતે આવેલ ઘોઘારાવ મંદિરનું સમસ્ત જ્ઞાતિઓના સહયોગથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.સમાજને એક સૂત્રમાં બાંધવાના સૂત્ર ઘોઘારાવ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શ્રાવણ સુદ ચોથના દિવસે કરવામાં આવી હતી.

શ્રી ઘોઘારાવ મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યાથી આવેલા અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના ટ્રસ્ટી કામેશ્વરજી ચૌપાલ, ડભોઇના માનસરોવર દાસ બાપુ, કુકરવાડાથી આવેલ લોકેશાનંદજી મહારાજ, વાલ્મિકી સમાજના ઘોઘારાવ મંદિરના પૂજારી જય કુમાર ,સનાતન પરિવારના સોમદાસ બાપુ તેમજ મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અઘ્યક્ષ અશોક રાવલ અને ભરૂચ શંકરાચાર્ય મઠના સંચાલક અને સામાજિક સમરસતાની જવાબદારી જેમના શીરે છે તેવા મુક્તાનંદ સ્વામી સમસ્ત ભરૂચ શહેરના છડી ઉત્સવના વાલ્મિકી સમાજના પ્રમુખ કમલેશ સોલંકી હાજર રહ્યા હતા.

Latest Stories