ભરૂચ: દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંને અપાય ભાવભીની વિદાય,કુત્રિમ કુંડ તેમજ નર્મદા નદીમાં મૂર્તિનું વિસર્જન

પાવન સલીલા માં નર્મદામાં તેમજ કૃત્રિમ તળાવોમાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંને અપાય ભાવભીની વિદાય,કુત્રિમ કુંડ તેમજ નર્મદા નદીમાં મૂર્તિનું વિસર્જન
New Update

ભરૂચ-અંક્લેશ્વરમાં ભક્તોના ઘરે દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશા માતાજીને વિદાય આપવામાં આવી હતી. પાવન સલીલા માં નર્મદામાં તેમજ કૃત્રિમ તળાવોમાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી. ભક્તોએ તેમના નિવાસ સ્થાને દશા માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું હતું અને દશ દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી ત્યારે દશ દિવસ બાદ દશા માતાજીને વિદાય આપવામાં આવી હતી. ભરૂચ – અંકલેશ્વર ખાતે જળકુંડમાં તેમજ નર્મદા નદીમાં દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા તંત્ર દ્વારા આ વખતે કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા હતા જેમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો..

#Bharuch #Narmada River #ભરૂચ #કુત્રિમકુંડ #દશામાંની મૂર્તિનું વિસર્જન #દશામાંના વ્રત #દશામાં #મૂર્તિનું વિસર્જન
Here are a few more articles:
Read the Next Article