/connect-gujarat/media/media_files/2025/06/27/iskcone-mandir-bharuch-2025-06-27-16-55-38.jpg)
ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ભરૂચના કસક સર્કલથી શરૂ થઈને ઝાડેશ્વર સુધી યોજાઇ હતી.
યાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા,અને ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ હતી.યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ હતી.