Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: ઝૂલેલાલ મંદિરમાં પાકિસ્તાનથી લાવવામાં આવેલ પ્રગટે છે જ્યોત, ચેટીચંદના પર્વ પર વિશેષ અહેવાલ

X

ભગવાન ઝુલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે.ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજરોજ ચેટીચંદના પર્વની ઉજવણી નીમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલું છે.આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ ૧૯૪૭માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી.

ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાન થી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા અને ચેટીચંદના પર્વની ઉજવણી કરી હતી.અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા.આ સાથે જ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.આ પ્રસંગે ભરૂચનાં વર્તમાન 26માં ગાદેશ્વર ઠકુર સાંઇ મનીષલાલજીએ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું છે અને મંદિરની જ્યોત 1007 વર્ષથી પ્રજ્વલિત છે.

જે આધારે ઇડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન પણ મળ્યું છે જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે

Next Story