નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચોધરીની અધ્યક્ષતામાં મળેલાં લોક દરબારમાં નબીપુર પોલીસ મથકની હદના ગામોમાં થતી સમસ્યાનો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને હાઇવેને જોડતી ચોકડી પર થતાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાય હતી.
નબીપુર પોલીસ મથકે પી.એસ.આઈ કે.એમ.ચોધરીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. પોલીસને લગતા પ્રશ્નો તેમજ વિવિધ વિસ્તાર ટ્રાફિક ની સમસ્યા અંગે આગેવાનોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વ્યાજખોરો ને લઇ બનતા બનાવો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથેજ ઉત્તરાયણ પર્વને લઇ પતંગની દોરીથી બચવા માટે સેફટી સ્ટેન્ડનું નબીપુર પોલીસ દ્વારા લોકદરબાર પૂર્ણ થયા બાદ લોકોને ફ્રી માં સેફ્ટી સ્ટેન્ડ આપવામાં આવ્યા હતા.લોકદરબારમાં નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ, પોલીસ કર્મચારી સહિત વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.