ભરૂચ: કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્ર દેવતા સાક્ષાત શિવજી પર કરે છે અભિષેક !

દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • સ્તંભેશ્વર મહાદેવનું કંબોઇમાં છે મંદિર

  • મહાશિવરાત્રીના દિવસે ભરાય છે મેળો

  • મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા

  • દેવાધિદેવ મહાદેવનું કરાયુ પૂજન અર્ચન

  • સમુદ્રદેવ સાક્ષાત શિવજી પર કરે છે અભિષેક

Advertisment
આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભરૂચના જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.લોકોએ મેળામાં મહાલવાની મજા સાથે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ભરૂચના જંબુસરના  કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે.સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે.
દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે.
Advertisment
ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.આ મંદિરે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા મહાશિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા.
Advertisment
Latest Stories