Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: જિલ્લાભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી; ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

X

મા અંબાની આરાધનાના પર્વ એટલે નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચમાં પણ જિલ્લાભરમાં શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સરકારે નવરાત્રીની ઉજવણીમાં નિયમો સાથે છૂંટછાંટ આપતા ગરબા રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રીની શરૂઆતની સાથે જ પ્રથમ દિવસે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર આદ્યશક્તિમાં અંબાની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી અને શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચના જંબુસર શહેર સહિત તાલુકામાં ઠેર ઠેર માતાજીની પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. શહેરના પાતાલગંગા સોસાયટીમાં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીમાં માતાજીની શ્રધ્ધાપૂર્વક સ્થાપના કરી સરકારના નિયમો મુજબ ગરબા યોજાયા હતા

જેમાં સોસાયટીના રહીસો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે જ લીલોતરી બજાર, કોટદરવાજા સહિત મહાદેવનગર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા તાલુકાના ગામડાઓમાં પણ માતાજીના નવરાત્રિની ઘટસ્થાપન, જવારાની સ્થાપના કરવામા આવી હતી. જ્યારે બીજી તરફ અંકલેશ્વરમાં અનેક સ્થળે માતાજીની વિધિવત સ્થાપના કરીને નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં માલિ ખડકી, ગોયા બજાર, માર્કેનડેશ્વર મંદિર, અંબા ચાચર ચોક સહિત અનેક વિસ્તારોમાં ગરબાના આયોજકો દ્વારા સરકારના નિયમોના પાલન સાથે શેરી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવલા નોરતાના પ્રથમ દિવસે બાળકો, યુવાઓ અને મોટેરાઓએ આનંદ ઉત્સાહથી ગરબાનો આનંદ માણ્યો હતો.

Next Story