/connect-gujarat/media/post_banners/a64fa5202f7f9adc8be9dab3da604ac61b0b9ec93259569f78c4579e7c155e94.jpg)
બજરંગ દળ - વિશ્વ હિન્દુ પરિષદની યોજાય હતી શોર્ય જાગરણ યાત્રા
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું યાત્રાનું સમાપન
સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિરાટ ધર્મસભા યોજી સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાધુ સંતો અને મહંતો જોડાયા હતા. ગત તા. 22મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનો ભરૃચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું ‘ષષ્ટિપુર્તિ વર્ષ’ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલ છે.
આ વર્ષમાં અનેક કાર્યક્રમના ભાગરૂપે હિન્દુ સમાજમાં જાગરણ માટે સમસ્ત ભારતવર્ષમાં 22 મી સપ્ટેમ્બર થી 5 મી ઓક્ટોબર સુધી ભ્રમણ કર્યા બાદ તેના સમાપન કાર્યક્રમ નિમિતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સભામાં સંત શિરોમણી સ્વામી વિદ્યાનંદજી મહારાજ , મહંતશ્રી મનમોહનદાસજી મહારાજ, શ્રીજી પ્રકાશદાસજી સ્વામી , અખિલ ભારતીય સંત સમિતિ, ભરૂચ જિલ્લા પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર ગંગાદાસબાપુ રામકુંડ, પ.પૂ. શ્રી સોમદાસ બાપુ, સનાતનધર્મ પરિવાર સહિતના સંતો, ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ હરીશભાઈ જોશી ,વિરલ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ અને ધર્મ પ્રેમી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.