New Update
/connect-gujarat/media/post_banners/cad7bf5fbcba5d9c24d5ca7c8e509fc46ae17db9f7d50acd9a4fa7c557fb976b.jpg)
ભરૂચના ઓસરા ખાતે આવેલ વિશ્વશાંતિ મહાકાળી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી પૂર્વેના મંગળવારે માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રીમાં પણ ઓસારા મંદિર મંગળવાર અને આઠમના દિવસે જ દર્શન માટે ખુલ્લું રહેશે. ઓસારા ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિર દર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે. હજારો ભક્તો માતાજીના દર્શન માટે અહી પગપાળા પણ આવતા હોય છે. માતાજી પાવાગઢથી આસો નવરાત્રીમાં આવ્યા હોવાની લોકવાયકા છે, તેથી આસો નવરાત્રી દરમ્યાન મંદિર ખુલ્લું રહે છે. કોરોના કાળના 2 વર્ષ બાદ હાલમાં મંદિર રાબેતા મુજબ મંગળવારે ખુલ્લું રહે છે. જેથી ચૈત્રી નવરાત્રી પૂર્વેના મંગળવારે માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)
LIVE