Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: પાવન સલીલા માં નર્મદાના નીરથી રામેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા

ભક્તોએ કાવડમાં જળ લઈ મહાદેવને જળાભિષેક કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી 3 દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચમાં નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ પર કાવડયાત્રીઓએ જળ લઈ શ્રી રામેશ્વર મહાદેવને જળાભિષેક કર્યો હતો શ્રાવણ માસમાં મહાદેવને જળાભિષેકનો અનેરો મહિમા રહ્યો છે અને પવિત્ર નદીઓનો જળથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓના પગલે ભરૂચમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ કાવડમાં જળ લઈ મહાદેવને જળાભિષેક કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી 3 દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાવડયાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા નદીના ઘાટ પર હર હર મહાદેવ,નર્મદે હરના નાદ સાથે નર્મદા નદીમાં ડૂબકી લગાવી પવિત્ર નર્મદા નદીનું જળ લઈ સોસાયટીના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી મહાદેવને જળાભિષેક કરી કાવડયાત્રાનું સમાપન કર્યું હતું

Next Story