ભરૂચ : રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં ‘શિવ વિવાહ’ પ્રસંગ યોજાયો, ‘બમ બમ ભોલે’ના નાદ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા...

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા

  • રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું

  • પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન

  • કથા દરમ્યાન શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરાય 

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તા. 24 ડિસેમ્બર-2025’ સુધી દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે.

શિવ મહાપુરાણ કથા દરમ્યાન તૃતીય દિવસે શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન શિવજીનો વરઘોડો કથા સ્થળ પર આવી પહોચ્યો હતોજ્યાં ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્વતિ પરિવારે શિવગણ સહિત ભગવાન શિવજીબ્રહ્માજી અને વિષ્ણુજીને આવકાર્યા હતા.

અંકલેશ્વરના પારિક પરિવાર વતી ખુશ્બુ પારિક અને સાલું પારિકે ધાર્મિક વિધિ વિધાન સાથે ભગવાન શિવજીને પોંક્યા હતાજ્યારે યોગેશ પારિકવિકાસ પારિકદક્ષ પારિક અને મુદિત પારિકે પાર્વતીજીને વિવાહ મંડપ સુધી લાવી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી. લગ્ન વિધિમાં શિવ પરિવાર તરફથી ઋષિ વાળંદ અને વંશિકા ગૌર ઉપસ્થિત રહ્યા હતાજ્યારે પાર્વતી પરિવાર તરફથી સત્યનારાયણ પારિક અને ઊર્મિલા પારિક દ્વારા કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી.

બીજી તરફ કન્યાદાન સમયે કથા મંડપમાં હાજર સૌકોઈ શ્રોતાગણોની આંખમાંથી અશ્રુઓની ધારા વહી હતી. આ અવસરે અંધજન મંડળના પ્રજ્ઞાચક્ષુ ભાઈએ શિવ તાંડવ રજૂ કર્યું હતુંજ્યારે ઉપસ્થિત સૌ મહાનુભવાઓએ આરતીનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીરાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયામાનદ મંત્રી પ્રદિપ પટેલફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યાચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories