ભરૂચ: આસ્થાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ, દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોનું ઉમટયું ઘોડાપુર

ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને શક્તિપીઠની માન્યતા પ્રાપ્ત અંબાજી મંદિરે પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update
  • નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

  • 9 દિવસ કરાશે માતાજીની આરાધના

  • ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે વિશેષ આયોજન

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું

આજથી શરૂ થયેલા પાવન નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. માઁ અંબાના દર્શન માટે વહેલી સવારથી જ માઈભક્તો લાંબી કતારમાં ઊભા રહીને માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.દાંડિયા બજારનું અંબાજી મંદિર ભરૂચમાં માઈભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. 
અહીં પ્રતિવર્ષ નવરાત્રિના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ પ્રથમ નોરતેથી જ મંદિર પરિસર ભક્તોની ભીડથી ગજબતું થયું હતું.મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા માઁ અંબાના વિશેષ પૂજન-અર્ચન સાથે નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાયો હતો. નવ દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories