/connect-gujarat/media/media_files/2025/04/15/rQfgABaKxgAA1SN3rmow.jpg)
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ સ્થિત નવાવાડીયા ખાતે નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ સ્થિત નવાવાડીયા ખાતે ગત તા. 14મી એપ્રિલ-2025, સોમવારના રોજ નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે 8:00 કલાકથી નવચંડી યજ્ઞ પૂજાનો પ્રારંભ થયો હતો. આ સાથે જ સાંજે 4 કલાકે શ્રીફળ હવન, મહાઆરતી તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત રાત્રે માતાજીના જાગરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના આગેવાનો, ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.