ભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજી દાદાનો પ્રાગટ્ય દિવસ

  • હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

  • નીલકંઠેશ્વર મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

  • પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદીનું વિશેષ આયોજન

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

 ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

 આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કેહનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી આવી રહી છેત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ-બહેનો તેમજ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories