Connect Gujarat
ધર્મ દર્શન 

દશેરાએ દેવું ઉતારવાની અનોખી માન્યતા : ભરૂચના સિંઘવાઇ મંદિરે સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરતાં શ્રદ્ધાળુઓ...

સિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.

X

આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવાની માન્યતા

સિંઘવાઇ માતાના મંદિરે ઊમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર

સમી વૃક્ષની છાલ માતાને અર્પણ કરી ભક્તો થયા ધન્ય

આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા શ્રદ્ધાળુઓ ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરના આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલને નખથી ઉતારી માતાજીને અર્પણ કરે છે, ત્યારે અનોખી માન્યતા પ્રમાણે લોકો દૂર દૂરથી પોતે ઋણ મુક્ત થવા સિંધવાઈ માતાના મંદિરે દોડી આવે છે.

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચમાં દેવું ઉતારવા માટે અનોખી પૂજા થાય છે. દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.

આ છાલને આસતરીના પાન સાથે માતાજીને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે ધનની વૃદ્ધિ પણ થાય છે. જેથી સેંકડો લોકો નશીબ અજમાવવા અહી ઉમટી પડે છે. જોકે, વર્ષો જૂની માન્યતાને અનુસરીને માતાના આશીર્વાદ સાથે દેવા મુક્ત થવા ભરૂચ જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહી ઉમટી શ્રદ્ધામાં ગળાડૂબ બની પૂજાવિધી કરે છે. વિજયાદશમી અને અગિયારસે પણ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીના સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે ઉમટી પડ્યા હતા.

Next Story