ભાવનગર: માસ્ક પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા,સુરક્ષા સાથે માતાજીની આરાધના

New Update
ભાવનગર: માસ્ક પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા,સુરક્ષા સાથે માતાજીની આરાધના

કોરોના મહામારી વચ્ચે ભાવનગરમાં યોજાતા શેરી ગરબામાં ખેલૈયાઓ માસ્ક પહેરી ગરબે ઘૂમ્યા હતા અને અન્ય લોકોને પણ માસ્ક પહેરવાનો સંદેશ આપ્યો હતો. માં આદ્યશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવલી નવરાત્રીમાં શેરી ગરબાના આયોજનને સરકાર મંજૂરી આપવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર શહેરના બોલટલવ વિસ્તરમાં સરદાર સોસાયટી 2માં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ખેલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી હતી. કોરોના મહામારી વચ્ચે ખેલૈયાઓએ માસ્ક પહેરી ગરબાની રંગત જમાવી હતી અને અન્ય લોકોને પણ માસ્ક પહેરવાનો સંદેશ આપ્યો હતો

Read the Next Article

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન, ભાવિક ભક્તો લઇ રહ્યા છે લાભ

અંકલેશ્વર રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે.

New Update
Radha Vallabh Temple
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના પંચાટી બજારમાં આવેલ શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે પ્રતિદિન સાંજે સાતથી આઠ વાગ્યા સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. વૈષ્ણવ પ્રેમીઓ પોતાના જન્મદિન અથવા પોતાના પૂર્વજોની તિથિ અને પુણ્યતિથિ નિમિત્તે હવેલીમાં હિંડોળા ઉત્સવ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે હિંડોળા દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.
Latest Stories