Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : ધનતેરસના પાવન પર્વે વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરાયું...

ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

ભાવનગર જિલ્લા વૈદ્યસભા દ્વારા ધનતેરસના પાવન પર્વે ધન્વંતરી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનના ઉપયોગમાં લેવાતી દિવ્ય ઔષધીઓ જડીબુટ્ટી સમાન છે, ત્યારે ભગવાન ધન્વંતરીનું પૂજન કરી લોકોએ ખૂબ ધન્યતા અનુભવી હતી.

ભાવનગર શહેરના હાટ વિસ્તારમાં આવેલ ધન્વંતરી પાર્ક ખાતે ધનતેરસ નિમિત્તે ભગવાન ધન્વંતરીના હવન-પૂજન કાર્યક્રમમાં મેયર કીર્તિ દાણીધારિયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવે તથા વૈદ્યસભાના હોદ્દેદારો અને શહેરના આયુર્વેદ તબીબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન ધન્વંતરી પૂજન અને હવનના ઉપયોગમાં લેવાતી દિવ્ય ઔષધીઓ જડીબુટ્ટી સમાન છે. જે કોરોના જેવા કપરા કાળમાં પણ ઉપયોગી બની લોકોના જીવનની રક્ષક બની છે, ત્યારે ધનતેરસના પાવન પર્વે ભગવાન ધન્વંતરીનું પૂજન કરી લોકોએ ખૂબ ધન્યતા અનુભવી હતી.

Next Story