પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર
સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ
ૐ નમઃ શિવાયનો ગુંજ્યો ગગનચુંબી નાદ
વરસાદમાં ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રીએ પણ સોમનાથ મહાદેવને ઝુકાવ્યું શીશ
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસ હવે તેના અંતિમ તબક્કામાં છે,અને શ્રાવણ ચોથા એટલા કે અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવના દર્શન કરીને જળાભિષેક કર્યો હતો,અને મહાદેવજીને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. વરસતા વરસાદમાં પણ શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવના દર્શને ઉમટયા હતા અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.