ભરૂચ: શ્રાવણ માસમાં CM ભુપેન્દ્ર પટેલની શિવ આરાધના, સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવજી પર કર્યો અભિષેક !

શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવી કંબોઇ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા હતા. તેમણે યજ્ઞમાં પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી

New Update
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભરૂચની મુલાકાતે

  • કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે કર્યા દર્શન

  • શિવજી પર કર્યો અભિષેક

  • મંદિર પરિસરની લીધી મુલાકાત

  • રૂ.32.75 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના જંબુસરના નહાર ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા પધાર્યા હતા.શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવી કંબોઇ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા હતા.
 તેમણે યજ્ઞમાં પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી લોકોને ભોજન કરાવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી તેમણે 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું.
Latest Stories