/connect-gujarat/media/media_files/2024/10/27/0EiMENMeNtNES3KHl3hZ.png)
કારતક મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે.આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી27 ઓક્ટોબરના રોજ છે.માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યું છે.
રમા એકાદશીથી દિવાળીના પાવન પર્વની શરૂઆત થાય છે.જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે એ સર્વ પાપોથી મુક્ત થઇ વૈકુંઠને પામે છે.આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે.જેવી ભાવના એવી સિદ્ધિ.
રમા એટલે સ્ત્રી, એટલે કે કથા મુજબ પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશીનું વ્રત મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કર્યું હતું. અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયા હતા,એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું.આ કથા મહાપાપનાશક કહેવાય છે,કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે.વ્રત અતિ સરળ છે,વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે.એકાદશી વ્રતએ મોક્ષમાર્ગનું સોપાન છે.
રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આને કરવાથી વ્રતી પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.