ભરૂચ: હાંસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ભરૂચના હાંસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

New Update
  • ભરૂચના હાંસોટમાં કરાયુ આયોજન

  • હરીદાસબાપુની જન્મજયંતિની ઉજવણી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા

ભરૂચના હાંસોટ ખાતે  શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિ ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જન્મજયંતિ નિમિત્તે ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ભજન મંડળીઓ દ્વારા ભક્તિરસભર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા.
ભજનોના મધુર સ્વરોથી ઉપસ્થિત ભક્તોમાં આધ્યાત્મિક ઉલ્લાસ અને શાંતિનો અનુભવ થયો હતો. બાપુના જીવન, ઉપદેશો અને સમાજ માટેના યોગદાન અંગે પણ સંક્ષિપ્ત રીતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories