Connect Gujarat
ધર્મ દર્શન 

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......

હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......
X

હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે. પરંતુ તમે જાણો છો કે આ પૂજામાં મહિલાઓ કેમ નારિયેળ નથી ફોડતી. જાણો તેની પાછળનું ખાસ કારણ.....

હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજામાં નારિયેળનું ખૂબ જ મહત્વ રહેલું છે. નારિયેળ એક એવું ફળ છે જેને પવિત્ર માનવામાં આવે છે. આથી જ ભગવાનને નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નારિયેળ ફોડીને કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર પ્રથમ વખત વિષ્ણુજીએ લક્ષ્મીજીની સાથે ફળના રૂપમાં નારિયેળ મોકલ્યું હતું. નારિયેળ પર માત્ર માં લક્ષ્મીનો જ અધિકાર છે. આ કારણથી જ મહિલાઓ ક્યારેય નારિયેળ ફોડતી નથી. નારિયેળમા ત્રિ દેવનો વાસ માનવામાં આવે છે. નારિયેળના ઉપરના ભાગમાં બનેલી ત્રણ આંખો ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતિક છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારિયેળના ઝાડ અને કામધેનુને પૃથ્વીપર લાવ્યા હતા. નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામા આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનને નારિયેળ અર્પણ કરવાથી દૂ:ખ અને કષ્ટો નાશ પામે છે. ઘરમાં નારિયેળ તોડવાથી ઘરમાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નારિયેળને બીજ ગણવામાં આવે છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે સૌથી પહેલા તે બીજ જેવુ હોય છે. તેથી જ મહિલાઓ નારિયેળ નથી તોડતી. તેની ખરાબ અસર પડે છે.

Next Story