Connect Gujarat
ધર્મ દર્શન 

ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
X

ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ 2023 બુધવારના રોજથી શરૂ થશે 30 માર્ચ 2023 ગુરૂવારના રોજ સમાપ્ત થશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ દિવસ સુધી ઉજવવામાં આવી રહી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જો કે નવરાત્રિ દરમિયાન 5 કામો પર પ્રતિબંધ હોય છે. જાણો નવરાત્રિના દિવસોમાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ.

1. નવરાત્રિના દિવસોમાં ઘરમાં અખંડ દિવો પ્રગટાવવો જોઈએ. આ દિવો નવ દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. એ વાતનું ધ્યાન રાખો કે અખંડ દિવો ભૂલથી પણ ઓલવાવો જોઈએ નહીં. જે જગ્યાએ અખંડ દિવો પ્રજ્વલિત હોય ત્યાં પરિવારનો સભ્ય હાજર રહેવો જોઈએ.

2. નવરાત્રિના દિવસોમાં માં દુર્ગાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં ઘરના કોઈપણ સભ્યએ ભૂલથી પણ માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

3. શાસ્ત્રો અનુસાર, નવરાત્રિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવાર પર ખરાબ અસર પડે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

4. નવરાત્રિનો પવિત્ર તહેવાર આનંદ અને ઉલ્લાસથી ભરેલો છે. કાળો રંગ શોક અને અનિષ્ટનું પ્રતીક છે. આ જ કારણ છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કાળા રંગના કપડા પહેરવાની મનાઈ છે.

5. નવરાત્રીના નવ દિવસ ડુંગળી અને લસણ ખાવાની મનાઈ હોય છે. આ દિવસોમાં ફળાહાર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને તેના કરિયરમાં સફળતા મળે છે.

Next Story