New Update
100 વર્ષ જૂની સરકારી હોળીની પરંપરા
જિલ્લા પોલીસવડાએ કર્યું હોલિકા પૂજન
દ્વારકાની ભવ્ય સરકારી હોળીનું દહન
ભક્તોએ આદ્યશક્તિ અને અગ્નિદેવના લીધા આશીર્વાદ
આ હોળીના દહન બાદ જ અન્ય હોળી પ્રગટાવાય છે
દ્વારકામાં ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી 100 વર્ષ જૂની હોળીની પરંપરા છે. જેની પૂજા આજે પણ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવે છે.દ્વારકા પોલીસ લાઇન ખાતે આયોજિત આ ઉત્સવમાં જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ સહપરિવાર શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી આદ્યશક્તિ અને અગ્નિદેવના આશીર્વાદ લીધા હતા.
રાજવી પરંપરા મુજબ, આ હોળીના દહન બાદ જ આસપાસના વિસ્તારોમાં અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે હોય છે. દ્વારકાની શાન સમાન આ વારસો આજે પણ અકબંધ છે.દ્વારકાના સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરતા આ પ્રસંગે વહીવટી તંત્ર અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Latest Stories