Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર શહેર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરાય...

"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું

અંકલેશ્વર શહેર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સહિતના પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગુરુવારે પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના મસ્જિદની અંદર જ વહેંચવામાં આવ્યા હતા, અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જીયારત કરવાય હતી, જ્યારે ઇદે મિલાદનું જુલુસ શુક્રવારે સવારે 8 કલાકે અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પઢતા પઢતા નીકળ્યું હતું,

"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે શહેરમાં ધામધૂમથી લીમડીચોક, શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઇ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઇ હઝરત હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.)ની દરગાહ ખાતે પ્હોચ્યું હતું, જ્યાં સૈયેદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના ઝિયારત (દર્શન) કરાયા હતા. શબનમ કોમ્પ્લેક્ષ, દુધીયાપીર દરગાહ, વહોરવાડ પાસે, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, કાજી ફળિયા, વિગેરે જુલુસના રૂટ પરના સ્થળો પર અલગ અલગ કમિટીઓ દ્વારા નિયાઝના કાર્યક્રમો કરાયા હતા,

આ પ્રસંગે સૈયદ સાદાતો પૈકી હઝરત અબ્દુલ કાદર છોટુ બાવા સાહેબ, હઝરત સૈયદ મોઇન બાવા સાહેબ, હઝરત નાસીર અલી ઇનામદાર સાહેબ, હઝરત અતીક બાવા સાહેબ, હઝરત આમિર બાવા સાહેબ, હઝરત ગ્યાસુદ્દીન બાવા સાહેબ, હઝરત આરીફ બાવા સાહેબ, હઝરત અર્શદ બાવા સાહેબ, હઝરત સાજીદ બાવા સાહેબ વિગેરે હાજર રહી ખાસ દુઆ કરી હતી. આ પ્રસંગે કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા, મ્યુ. સભ્ય બખ્તિયાર પટેલ, નજમુદ્દીન ભોલા, ઈરફાન એહમદ શેખ, ફારૂક શેખ, હનીફ મલેક, ગ્યાસુદ્દીન શેખ, અસ્પાક સાદિક શેખ, મોઇન મુસ્તાક શેખ, રિયાઝ શેખ બખ્તિયાર આશિયાના હોટલવાળા, ફરીદ પઠાણ, અમન પઠાણ, ટીપું મલેક, લાલા પંચરવાળા, જિયાઉદ્દીન શેખ, અશરફ તકી મલેક સહિતના અગ્રણીઓ દ્વારા જુલુસને શાંતિમય અને ભાઈચારા સાથે કાઢી સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ તથા શહેર પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા દ્વારા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, પાલિકા પ્રસાસન દ્વારા આપવામાં આવેલ સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story