પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ, આજે રમા એકાદશીના પર્વનો શું મહિમા? વાંચો આ અહેવાલમાં

કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીને રમાં એકાદશી કહેવામાં આવે છે, ક્યાંક આ એકદશને રંભા એકાદશી અને કાર્તિકકૃષ્ણકૃષ્ણ એકાદશી કહેવામાં આવે છે

New Update
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ, આજે રમા એકાદશીના પર્વનો શું મહિમા? વાંચો આ અહેવાલમાં

કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીને રમાં એકાદશી કહેવામાં આવે છે, ક્યાંક આ એકદશને રંભા એકાદશી અને કાર્તિકકૃષ્ણકૃષ્ણ એકાદશી કહેવામાં આવે છે, રમા માઁ લક્ષ્મીનું બીજું નામ છે અને આ એક અદભૂત સયોગ છે કે ભગવાન વિષ્ણુને માઁ લક્ષ્મી અને એકાદશીતિથી અત્યંત પ્રિય છે. 12 મહિનામાં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય કારતકમાસ છે.

જ્યારે 2022માં રમા એકાદશી વ્રત 21 તારીખે રાખવામાં આવશે અને સૌથી શુભ સયોગ છે કારણ કે રમા એકાદશી શુક્રવારે છે, જ્યારે આ વ્રત રાખવાથી સોભાગ્યની પ્રાપ્તિ થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ રમા એકાદશીનું વ્રત કરવાથી માઁ લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી પર તુલશી પૂજન અવશ્ય કરવું જોઈએ, તો જાણીએ રમા એકાદશીની પૌરણિક વ્રત કથા વિશે..

પૌરણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણજીને ધર્મરાજ યુધિષ્ઠિરને રમા એકાદશી વ્રત કથા સંભળાવતા કહ્યું હતું કે આ રમા એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી જાતકના બધાં પાપ નષ્ટ થઈ જાય છે, માટે હે યુધિષ્ઠિર હું તમને રમા એકદશીની કથા સંભડાવું છું તમે ધ્યાન લગાવીને સાંભડો,પ્રાચીનકાળમાં ધર્મપરાયણ અને ન્યાયપ્રિય રાજ્ય હતા. એનું નામ હતું મુચુકુંદ તેની બધા દેવતાઓ સાથે મિત્રતા હતી.અને ભગવાન વિષ્ણુંનાં પરમ ભક્ત હતા. અને આ રાજા 12 મહિનામાં આવતી બધી એકાદશીનું વ્રત કરતાં અને તેના નગરમાં બધાને એકાદશીનું વ્રત કરવું અનિવાર્ય હતું. મુચુકુંદરાજાને ચંદ્રભાગા નામની પુત્રી હતી, ચંદ્રભાગા રૂપવાન,સુશીલ અને ગુણવાન હતા, એ પણ તેના પિતાની જેમ ભગવાન વિષ્ણુની પરમભક્ત હતી, અને એકાદશીનું વ્રત પુરી શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરતાં હતા, અને રાજા મુચુકુંદે તેની પુત્રીના લગ્ન રાજા ચંદ્રશેનના પુત્ર શોભનના સાથે કરાવ્યા ક સમયે શોભન તેના સાસરે પધાર્યા હતા, ત્યારે જ રમા એકાદશી આવી અને ત્યારે કઈ કારણોસર તેનું શરીર અતિદુર્બલ થઈ ગયું હતું માટે તેના માટે નિરાહાર અને કઠોર કામ કરવું મુશ્કેલ હતું.

જ્યારે રમા એકાદશી આવી ત્યારે મુચુકુંદ રાજાનાં આદેશથી પૂરા રાજ્યમાં આ વ્રત રાખવાનું કહ્યું અને શોભને પણ આ વ્રત રાખ્યું પરંતુ તેનાથી ભૂખ સહન ન થવાને કારણે પરેશાન રહ્યા અને પૂરા મનથી આ વ્રતનાં કર્યું અને દુર્ભાગ્યવશ વ્રત પૂર્ણ થતાં જ તેનું મૃત્યુ થયું, અને મુચુકુંદરાજાએ વિધિવિધ્ન પૂર્વક અગ્નિસંસ્કાર કર્યા પરંતુ તેની પુત્રીને સાથે દેહત્યાગ નાં કરવા દીધો અને પુત્રી ચંદ્રભાગા તેના પિતાના ઘરે રેવા લાગી અને એકાદશીનું વ્રત અને પૂજન કરવા લાગી અને બીજી તરફ રમા એકાદશીનાં વ્રતથી રાજા શોભનને મંદ્રાચલ પર્વત પર એક સુંદર દેવપુર પ્રાપ્ત થયું, દેવપુર બહુ સુંદર ધનધાન્યથી ભરપુર પરિપૂર્ણ સત્રુઓથી મુક્ત સ્થાન હતું અને મણિરત્નથી જડિત મહેલ, સિંહાસન, સુંદર વસ્ત્રો,આભૂષણો તે જગ્યા દેવલોક સમાન સમૃદ્ધ હતી. એકવાર મુચુકુંદરાજાનાં નગરનો એક બ્રામણ તીર્થ યાત્રા કરતાં કરતાં દેવપુર પહોંચી ગયા અને ત્યાંના રાજા શોભનને જોઈને ઓળખી ગયા અને કહ્યું તમે તો મુચુકુંદરાજાનાં જમાઈ છો, અને રાજાએ પણ તેમને ઓળખી લીધા અને અતિથિ સત્કાર કર્યો અને તેની પત્ની ચંદ્રભાગા વિષે પૂછ્યું અને બ્રામણે કહ્યું તે કુશળતા છે, અને બ્રામણે પૂછ્યું તમે અહી કેવીરીતે ત્યારે રાજાએ કહ્યું કે બધુ મને રમા એકાદશીનાં વ્રતથી મળ્યું છે, પરંતુ આ સ્થાન સ્થિર નથી કારણ કે મી રમ એકાદશી વ્રત પૂરા મનથી નોતું કર્યું પરંતુ મારી પત્ની અહી આવી જાય તો આ સ્થાન સ્થિર થઈ શકે છે. બ્રામણે તેના નગરમાં જઈને રાજામુચુકુંદ અને તેની પુત્રીને આ વાત પૂરા વિસ્તારથી કહી ત્યારે ચંદ્રભાગા તેના પતિને મળવા માટે આતુર થઈ ઉઠયા ત્યારે બ્રામણ ફરી બનેંને લઈને મંદ્રાચલ પર્વત પર ગયા અને ત્યાં ઋષિ વામદેવના આશ્રમમાં રોકાયા , ત્યારે ઋષિ વામદેવે તેના તપોબળથી ચંદ્રભાગાને દિવ્યગતિ પ્રદાન કરી, ત્યારે તે તેના પતિને મળી શકી અને ચંદ્રભાગાનાં પુણ્ય પ્રભાવથી તે સ્થાન સ્થિર થઈ ગયું અને ચિરકાળ સુધી ત્યાંનાં સુખસુવિધા અને એશ્વવૈર્યણો આનંદ લીધો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર રમા એકદશીનું મહત્વ કહ્યું છે.

જે મનુષ્ય આ રામ એકાદશીનું વ્રત કરે છે, તેના બધા પાપ નષ્ટ થય છે, અને કથાનું મહાત્મય વાંચે છે તે વિષ્ણુલોકમાં જાય છે અને આ વ્રત પૂરી શ્રદ્ધા અને પૂજાપાઠ કરે છે તેણે પણ ઉત્તમ ફળ મળે છે.

પંચાંગ અનુસાર તારીખ 20 ઓક્ટોબર સાંજે 4:05 થી શરૂ થઈ અને તારીખ 21 ઓક્ટોબરનાં સાંજે 5:23 સુધી આ એકદશીનું વ્રત છે.

Latest Stories