Connect Gujarat
ધર્મ દર્શન 

PMનાં હસ્તે 500 વર્ષ બાદ પાવાગઢના મહાકાળી મંદિર પર ધ્વજા રોહણ મોદીએ કહ્યું આસ્થાનું શિખર શાશ્વત રહે

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજા લહેરાવવામાં આવી હતી

વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, સપનું જ્યારે સંકલ્પ બની જાય છે,

અને તે સિદ્ધિના રૂપે નજર સામે હોય તેનો આનંદ અનેરો તેમણે જણાવ્યું હતું કે, 500 વર્ષ સુધી મા કાળીના શિખર પર ધજા નહોતી, આ પળ આપણને પ્રેરણા આપે છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પાંચ સદીઓ બાદ પાવાગઢ મંદિરનો જીર્ણોદ્વાર થયો છે. તેમણે કહ્યું કે, શક્તિ ક્યારે લુપ્ત થતી નથી. સદીઓ બાદ પાવાગઢ મંદિર પર ધ્વજ ફરકી રહ્યો છે. PM મોદીએ કહ્યું કે આજે જે ધજા લહેરાઈ રહી છે, તે માત્ર મંદિરની ધજા નથી, આ ધજા ગુજરાત અને દેશના સંસ્કૃતિની ધજા છે.પહેલા મંદિરમાં દર્શન કરવા આવતા ત્યારે ખૂબ જ મુશકેલીનો સામનો કરવો પડતો હતો,

કલાકો સુધી રાહ જોવી પડતી હતી. જોકે હવે સીડીઓ સહિતની સુવિધાઓ ખૂબ સારી કરવામાં આવી છે.PM મોદીએ વઘુંમાં ઉમેર્યુ હતું કે, 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરાઈ રહી છે, આ વાત પ્રેરણા આપે છે. આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. ગુપ્ત નવરાત્રી પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે. સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે.


Next Story