/connect-gujarat/media/media_files/I6y4RmWxDy22CggEYL7j.jpeg)
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ
ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય
વિઘ્નહર્તા 10 દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણશે
સતત 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
10 દિવસ બાદ કરવામાં આવશે વિઘ્નહર્તાનું વિસર્જન
વિધ્નહર્તાની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
ભરૂચ શહેર તથા જીલ્લામાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે શુભ મુર્હતમાં ભરૂચ શહેર તથા જીલ્લામાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી
જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારે 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે, અને 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ શ્રીજીની આરાધનામાં લીન બનશે. આ સાથે જ અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.