ગીર સોમનાથ : હરિ અને હરની પાવન ભૂમિ પર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રામાં ભાવિકો જોડાયા...

હરિ અને હરની પાવન ભૂમિ પર કથાકાર રમેશ ઓઝાના શ્રીમુખે શ્રોતાઓને કથાનું અમૃતપાન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રી સોમનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી

New Update
  • હરિ અને હરની પાવન ભૂમિ એવો ગીર સોમનાથ જીલ્લો

  • પ્રભાસતીર્થમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

  • ભાગવત સપ્તાહ સમિતિના અધ્યક્ષ રહ્યા ખાસ ઉપસ્થિત

  • શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળી

  • સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

હરિ અને હરની પાવન ભૂમિ ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસતીર્થમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભાગવત સપ્તાહ સમિતિના અધ્યક્ષની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જીલ્લામાં હરિ અને હરની પાવન ભૂમિ પ્રભાસતીર્થમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કથાકાર રમેશ ઓઝાના શ્રીમુખે શ્રોતાઓને કથાનું અમૃતપાન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રી સોમનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ઢોલ-શરણાઈના સુર સાથે કલશધારી દીકરીઓ જોડાય હતી.

કચ્છનો આહીર વિરડા પરિવાર કથાનો મુખ્ય મનોરથી બન્યો છે. શ્રી સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આહીર પરિવાર પારંપરિક પરિધાન સાથે જોવા મળતા અનેરો માહોલ સર્જાયો છે. કથામૃત માટે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.