અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન, ભાવિક ભક્તો લઇ રહ્યા છે લાભ

અંકલેશ્વર રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે.

New Update
Radha Vallabh Temple
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના પંચાટી બજારમાં આવેલ શ્રી રાધાવલ્લભજીની હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવી રહ્યા છે પ્રતિદિન સાંજે સાતથી આઠ વાગ્યા સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. વૈષ્ણવ પ્રેમીઓ પોતાના જન્મદિન અથવા પોતાના પૂર્વજોની તિથિ અને પુણ્યતિથિ નિમિત્તે હવેલીમાં હિંડોળા ઉત્સવ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે હિંડોળા દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.
Latest Stories