/connect-gujarat/media/media_files/2025/07/06/chaturmas-2025-07-06-12-29-57.jpg)
અષાઢ સુદ એકાદશી છે અને તેની સાથે જ હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જાશે. બીજી નવેમ્બરે દેવઉઠી એકાદશીના ચાતુર્માસની સમાપ્તિ થશે.
દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકાદશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે.