શરીરના કોઈ પણ ભાગ પર ખંજવાળ આવવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. ઘણી વખત સ્કિનની સમસ્યાના કારણે પણ આવું થતું હોય છે. પરંતુ કોઈ તકલીફ વિના જ જો ખંજવાળ આવે તો તે શુભ માનવું કે અશુભ? સામુદ્રીક શાસ્ત્ર અનુસાર પગ કે હાથમાં ખંજવાળ આવે તો તે શુભ અથવા અશુભ સંકેતોનો ઈશારો હોય શકે છે. પરંતુ ઘણા લોકો એવું કહેતા હોય છે કે હથેળીમાં ખંજવાળ આવે તો ધનનો લાભ થાય છે. તો ચાલો જાણીએ શું છે આ શુભ અને અશુભ સંકેતો...
હથેળીમાં ખંજવાળનો અર્થ
સામુદ્રીક શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યકતીને હથેલીમાં ખંજવાળ આવે છે તો તેનાથી ધનહાની થાય છે. જો જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે છે તો ધન લાભ થાય છે. પરંતુ ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવે છે તો ધનનો વ્યય થાય છે. શરીરના ડાબા તરફના અંગમાં અત્યંત ખંજવાળ અચાનક આવે તો તે આવનાર સ્વાસ્થ્ય સમસ્યા તરફનો સંકેત હોય શકે છે.
જમણા પગના તળિયામાં ખંજવાળનો અર્થ
જો તમારા જમણા પગના તળિયામાં અચાનક જ ખંજવાળ આવે તો તે શુભ માનવામાં આવે છે. જમણા પગના તળિયામાં ખંજવાળ આવી એ વાતનો સંકેત છે કે તમને કોઈ યાત્રા કરવાની તક મળશે. અને આ યાત્રા શુભ સાબિત થશે. યાત્રા સરમિયાન તમારી બધી જ યોજનાઓ સફળ થશે. યાત્રાથી તમને આર્થિક લાભ પણ થઈ શકે છે.
ડાબા પગના તળિયામાં ખંજવાળનો અર્થ
સામુદ્રીક શસ્ત્રો અનુસાર જો તમારા ડાબા પગના તળિયામાં અચાનક જ ખંજવાળ આવવા લાગે તો તેને અશુભ મનાઈ છે. આ કોઈ મોટા નુકશાન તરફનો ઈશારો હોય શકે છે. જો આવી સ્થિતિમાં તમે કોઈ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળવી હિતાવહ છે.