જમ્મુ-કાશ્મીર:કુપવાડામાં સેનાએ 5 વિદેશી આતંકવાદીને ઢાળી દીધા,સુરક્ષાદળોને મોટી સફળતા

New Update
જમ્મુ-કાશ્મીર:કુપવાડામાં સેનાએ 5 વિદેશી આતંકવાદીને ઢાળી દીધા,સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ-કાશ્મીર:કુપવાડામાં સેનાએ 5 વિદેશી આતંકવાદીને ઢાળી દીધા,સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઢાળી દીધા છે. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. કુપવાડામાં મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી હથિયારો પણ મળી આવ્યા છે.કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન દરમિયાન 5 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર હેઠળ મંગળવારે પણ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સેનાના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને સંગઠનની ખાતરી કરવામાં આવી રહી છે. બંને પાકિસ્તાની હોવાની આશંકા છે.

Latest Stories