Connect Gujarat
ધર્મ દર્શન 

જામનગર : વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીને એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ એનાયત કરાયો

આશરે 400 વર્ષ જૂનું આ ધર્મ સ્થળ વ્હોરા સમાજનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહી 300 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનો છે.

X

જામનગરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીને એશિયા આફ્રિકા ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાંથી દર માસે આશરે દસેક હજાર લોકો જામનગરના દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીની મુલાકાત લેવા માટે આવે છે. અહીની શ્રેષ્ઠ સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને એશિયા-આફ્રિકા ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આશરે 400 વર્ષ જૂનું આ ધર્મ સ્થળ વ્હોરા સમાજનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહી 300 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનો 2 લાખ ફૂટ જગ્યામાં બાગ-બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ બહારગામથી આવતા શ્રાદ્ધાળુઓને રહેવા અને જમવાની સુવિધા માટે 1 લાખ ફૂટ જગ્યામાં 400 રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત અહી શ્રદ્ધાળુઓને આરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવે છે. અહીના શાંતિમય વાતાવરણમાં શ્રધ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી શાંતિનો અનુભવ કરે છે. આ તમામ સુવિધાને ધ્યાનમાં રાખી એશિયા-આફ્રિકા હૉલ ઓફ ફેમનો એવોર્ડ જામનગરના મઝાર-એ-બદરીને ગોવામાં આયોજિત કાર્યક્રમમાં એનાયત કરાયો હતો.

Next Story