Connect Gujarat
ધર્મ દર્શન 

જુનાગઢ : પ્રવાસે નીકળેલી સ્કૂલ બસ સહિત 3 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15 વિદ્યાર્થિનીઓને ઈજા.

X

સ્કૂલ પ્રવાસે નીકળેલી વિદ્યાર્થિનીઓને નડ્યો અકસ્માત

વંથલી ગામ નજીક 2 બસ અને કાર ધડાકાભેર અથડાય

ગમખ્વાર અકસ્માતમાં 15 વિદ્યાર્થિનીઓ થઈ ઈજાગ્રસ્ત

108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો

ઇજાગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ખસેડાય

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વંથલી નજીક સોમનાથથી પરત ફરતી સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત નડ્યો હતો. સ્કૂલની વિદ્યાર્થિનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત 3 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 15 વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળાં ભેગા થયા હતા, જ્યાં લોકોએ વિદ્યાર્થીનીઓને બસમાંથી બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, સ્થળ પર ટ્રાફિકજામ થતા પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. આ સાથે જ અકસ્માતમાં ત્રણેય વાહનોમાં મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story