જૂનાગઢ:ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં સ્વયં ભગવાન પણ સંન્યાસીનું રૂપ લઈને આવતા હોવાની માન્યતા

જન્મોજન્મના પાપોથી મુક્તિ આપતી પરિક્રમાનો મહિમા અનેરો રહ્યો છે,ત્યારે આ પ્રસંગે મહંત હરિગીરી બાપુએ અન્નક્ષેત્રોના સેવાભાવીઓ તેમજ ભાવિકોને શુભેચ્છા પાઠવી

New Update
Advertisment
  • ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ 

  • સ્વયં ભગવાન પણ સંન્યાસીનું રૂપ લઈને પરિક્રમામાં આવતા હોવાની માન્યતા 

  • એક દિવસ પહેલા શરૂ થઈ હતી લીલી પરિક્રમા 

  • દેવઉઠી એકાદશીથી થાય છે લીલી પરિક્રમાનો પ્રારંભ

  • મહંત હરિગીરી બાપુએ શ્રદ્ધાળુઓ અને સ્વયંસેવકોને પાઠવી શુભેચ્છા

Advertisment
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો દેવઉઠી એકાદશીથી વિધિવત પ્રારંભ થયો છે,અને શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર પરિક્રમામાં જોડાઈ રહ્યા છે.
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે દેવઉઠી એકાદશીથી થાય છે,જોકે આ વર્ષે યાત્રાળુઓના ભારે ધસારાને જોતા તંત્ર દ્વારા એક દિવસ અગાઉથી જ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,કહેવાય છે ભવનાથમાં યોજાતી લીલી પરિક્રમા ખુબજ પાવનકારી છે,જેમાં સ્વયં નારાયણ પાતાળ લોકથી દેવઉઠી અગિયારસના દિવસે આવે છે અને દેવતાઓ તેમજ ઋષિમુનિઓ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે.
જ્યારે ભગવાન દત્તાત્રેય પણ સન્યાસીઓનું રૂપ લઈને પરિક્રમામાં આવતા હોવાની માન્યતા છે.જન્મોજન્મના પાપોથી મુક્તિ આપતી પરિક્રમાનો મહિમા અનેરો રહ્યો છે,ત્યારે આ પ્રસંગે મહંત હરિગીરી બાપુએ અન્નક્ષેત્રોના સેવાભાવીઓ તેમજ ભાવિકોને શુભેચ્છા પાઠવી હતી.અને શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. 
Latest Stories