જુનાગઢ : ગિરનારની તળેટીએ ભવનાથ મંદિરે ઉમટ્યા શિવભક્તો, શિવજીના દર્શન સાથે લીધી ભાંગની પ્રસાદી

માત્ર શિવરાત્રી જ નહીં, પરંતુ 365 દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે

જુનાગઢ : ગિરનારની તળેટીએ ભવનાથ મંદિરે ઉમટ્યા શિવભક્તો, શિવજીના દર્શન સાથે લીધી ભાંગની પ્રસાદી
New Update

જુનાગઢમાં ગિરનારની તળેટીએ આવેલા ભવનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી જ ભાંગ, ભોળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જુનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે.

માત્ર શિવરાત્રી જ નહીં, પરંતુ 365 દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે, ત્યારે શિવરાત્રીના મેળો હાલ જામ્યો છે. તેવામાં લોકો બહોળી સંખ્યામાં મહાદેવના દર્શને ઉમટી આવી આરતીનો લગાવી લીધી હતો. આ સાથે જ અનેક દિગંબરો, સાધુ-સંતો, મહંતો, મહા મંડલેશ્વરોએ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભગવાન શિવજીની વિશેષ પુજા કરી હતી.

એટલું જ નહીં, અનેક સાધુઓ, દિગંબરો હેરત અંગેઝ દાવ રજૂ કરી અનેક કરતબ બતાવ્વ્યા હતા. તો, મુંજકુંદ ગુફા ખાતે મહાદેવને ભાંગ ચઢાવવામાં આવી હતી. શિવરાત્રીના પર્વ પર ભક્તો અને સાધુ સંતો માટે ખાસ ભાંગ પ્રસાદીનું આયોજન કરાયું હતું, જ્યાં 5 હજારથી વધુ સાધુ, સંતો અને ભાવિક ભક્તોએ ભાંગની પ્રસાદી લ્હાવો લીધો હતો. જુનાગઢના ભવનાથ ખાતે યોજાઇ રહેલા મહાશિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે પણ લાખ્ખોની સંખ્યામાં ભાવિકોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

#Connect Gujarat #Junagadh #Mahadev #શિવભક્તો #Har Har Mahadev #ગિરનાર #Shiv Pooja #Maha Shivratri Girnar #Junagadh Mahashivratri #Mahashivratri 2023 #શિવજીના દર્શન #ભવનાથ મંદિર #Junagadh Shiratri #શિવરાત્રી
Here are a few more articles:
Read the Next Article