કચ્છ : ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસર દીપમાળાથી ઝળહળી ઉઠ્યું

ભુજ શહેરમાં જાણીતા નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં કુલ 51 હજાર દીપકો પ્રજ્વલિત કરાતા મંદિર પરિસર દીપમાળાથી ઝળહળી ઉઠ્યું સાથેજ મહાઆરતી પણ યોજાઇ હતી

New Update
  • દિવાળીના તહેવારો નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોના આયોજન

  • ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ

  • મંદિર પરિસરમાં એક લાખ દિવા પ્રજ્વલિત કરવામાં આવ્યા

  • સ્વામિનારાયણ મંદિર પરિસર દીપમાળાથી ઝળહળી ઉઠ્યું

  • હરિભક્તો દ્વારા 51 હજાર દીવડાઓની સમૂહ આરતી સંપન્ન

કચ્છ જિલ્લાના ભુજ શહેર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે એક લાખ દિવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં જાણીતા નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર ખાતે શુક્રવારે સાંજે પડતર દિવસે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં કુલ 51 હજાર દીપકો પ્રજ્વલિત કરાતા મંદિર પરિસર દીપમાળાથી ઝળહળી ઉઠ્યું હતું.

મંદિરના મુખ્ય સંતગણ દ્વારા દીપ પ્રાગટય સાથે ભગવાન સ્વામિનારાયણની મહાઆરતી યોજાય હતી. આ પ્રસંગે શહેરના હરિભક્ત ભાઈ-બહેનો મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા. સંતો અને સાંખ્ય યોગી બહેનોએ પણ પોતાના શ્રમદાન વડે સહયોગ પૂરો પાડ્યો હતો. ત્યારબાદ 51 હજાર દીવડાઓની સમૂહ આરતી સંપન્ન થઈ હતી.

#Swaminarayan Mandir #New Year #Swaminarayan Temple #સ્વામિનારાયણ મંદિર #Bhuj Swaminarayan Mandir
Here are a few more articles:
Read the Next Article