ભરૂચી માતાના મંદિર પાટોત્સવ નિમિત્તે  લક્ષ્મીયાગનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

New Update
  • ભરૂચના હાથીખાના બજારમાં આવેલું છે મંદિર

  • ભરૂચી માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

  • લક્ષ્મીયાગનું કરાયુ આયોજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાયુ

  • મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા.સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories