/connect-gujarat/media/media_files/2025/01/13/ryVv4yFwbNRKwMbbcncs.jpg)
હિન્દુ ધર્મમાં આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે. આ ઘટના સમુદ્ર મંથન અને અમૃત કલશની કથા સાથે જોડાયેલી છે.એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થાનો પર અમૃતના ટીપા પડ્યા હતા, તેથી અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પોષી પૂર્ણિમાના પાવન દિવસથી મહાકુંભની શરૂઆત થઇ છે.જે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રી સુધી ચાલશે.મહાકુંભ 45 દિવસ સુધી ચાલશે.મહાકુંભના પ્રથમ શાહી સ્નાનની તારીખને લઈને ભક્તોમાં મૂંઝવણ છે.
13 જાન્યુઆરી અને 14 જાન્યુઆરીને લઈને મૂંઝવણ છે.મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થશે પરંતુ પ્રથમ શાહી સ્નાન 14મી જાન્યુઆરીએ થશે.મહાકુંભમાં ત્રણ શાહી સ્નાન થશે અને એવી ત્રણ શુભ તિથિઓ છે કે જેના પર સ્નાન કરવું શુભ રહેશે.