મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું...

મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી

New Update
મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાશિવરાત્રીની ઉજવણી

સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા સોમનાથ દાદાના દર્શન

રાજ્ય મંત્રી ભાનુ બાબરીયા પણ સોમનાથ મહાદેવના દર્શને

કેન્દ્રમાં ભાજપની સરકાર આવે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી

મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના પાવન પર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય મંત્રી ભાનુ બાબરીયા પણ સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા હતા.

મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી. જે સોમનાથ મંદિર પરિસરમાં ફરી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપરાંત દેશ-વિદેશથી આવેલા શિવભક્તો પણ જોડાયા હતા.

સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાયું હતું. આ ઉપરાંત મહાશિવરાત્રીના પાવન પર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. રાજ્ય મંત્રી ભાનુ બાબરીયા પણ સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા-અર્ચના કરી ધન્ય બન્યા હતા, જ્યાં મહાદેવના દર્શન કરી કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર આવે તેવી ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી.

Latest Stories