Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ જય મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ જય મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
X

શ્રાવણ ના અંતિમ સોમવારે ભક્તો હરિહર ની પાવન ભૂમિ સોમનાથમાં આરાધ્ય દેવ સોમનાથ ના દર્શન પૂજન અર્ચન માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, સાયં આરતી સુધીમાં અંદાજે 40 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. સાથેજ પુજાવિધિમાં 52 ધ્વજાપૂજન-ધ્વજારોહણ, 45 સોમેશ્વર મહાપૂજન, 620 રૂદ્રાભિષેક, 900 જેટલા પરીવારો એ શ્રાવણ માસ પર્યન્ત ચાલતા મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઇ 20 હજારખી વધુ આહુતી અર્પણ કરી ધન્ય બન્યા હતા. શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના નિશ્રામાં 2761 જેટલી વિવિધ પૂજાવિધિ કરવામાં આવેલ હતી

.

આજે શ્રાવણ કૃષ્ણ બારસના અવસર પર સોમનાથ મહાદેવને વિશેષ ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં મહાદેવને ચંદનનો લેપ લગાવી 100 કિલો જેટલા પુષ્પોથી સુશોભન કરવામાં આવ્યું હતું.

હિન્દુ સંસ્કૃતિમાં ચંદન શાંતિના પ્રતિક માનવામાં આવે છે. મહાદેવને ચંદન અર્પણ કરવાથી ભકતોને મહાદેવ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ત્યારે સોમનાથ મહાદેવને વિશ્વશાંતિ ની પ્રાર્થના સાથે ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ સોમનાથ મહાદેવ ને અન્નકુટ મહાભોગ ધરાવવામાં આવેલ હતો.

Next Story