ઉજ્જૈનમાં મહાકાલના દર્શન બાદ રાહુલ ગાંધીનો રોડ શો, મંદિરમાં મોદી-મોદીના નારા લાગ્યા

New Update
ઉજ્જૈનમાં મહાકાલના દર્શન બાદ રાહુલ ગાંધીનો રોડ શો, મંદિરમાં મોદી-મોદીના નારા લાગ્યા

મધ્યપ્રદેશમાં મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. રાહુલ ગાંધી ઉજ્જૈનમાં ખુલ્લી જીપમાં રોડ શો કરી રહ્યા છે. આ પહેલાં તેમણે બાબા મહાકાલના દર્શન કર્યા હતા. મહાકાલેશ્વર મંદિરમાં દર્શન દરમિયાન ગણેશ મંડપમાં રાહુલની સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા.રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરી હતી.

તેમણે કહ્યું કે જે લોકો ડરે છે તેમની અંદર નફરત પેદા થાય છે. જેઓ મુશ્કેલીઓનો નિર્ભયતાથી સામનો કરે છે તેઓ જીવનમાં કંઈપણ કરી શકે છે. નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવી બહુ સરળ છે.આ પહેલા શાજાપુરમાં ભાજપના કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને રાહુલની સામે શ્રી રામના નારા લગાવ્યા, ત્યારબાદ રાહુલ કારમાંથી નીચે ઉતરીને તેમને મળવા ગયા. ભાજપના એક નેતા અને કેટલાક કાર્યકરોએ રાહુલને બટાકા આપ્યા અને તેને સોનામાં ફેરવવા કહ્યું. રાહુલે કહ્યું- આભાર, આવતી વખતે હું સોનું લાવીશ.

Latest Stories