New Update
આમોદમાં રામદેવજી મંદિરે નવરાત્રીની ઉજવણી
ભાદરવા સુદ નોમ નિમિત્તે દર્શન અર્થે ભક્તો ઉમટ્યા
મંદિરે નેઝા ચઢાવવાની સાથે ભક્તોએ કાપડના ઘોડા કર્યા અર્પણ
ભક્તોએ ભજન કિર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી
રામદેવજીની આરતી દર્શન અને મહાપ્રસાદીનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રામદેવજી મંદિરે ભાદરવા સુદ નોમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ભક્તો દ્વારા મંદિરે નેઝા ચઢાવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદમાં ભાદરવા સુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના દિવસે રામદેવજીના મંદિરે નેઝા ચઢાવવામાં આવ્યા હતા.
વણકરવાસ ખાતે આવેલા રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે.શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચઢાવવામાં આવે છે.તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે.વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા લઈને માનતા પૂર્ણ કરવા આવ્યા હતા.
બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવપીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા.તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબા રમઝટ બોલાવી હતી.શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં રામદેવપીર મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
Latest Stories