Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાવણ માસ વિશેષ : અંગ્રેજોના સમયમાં સૈનિક છાવણીના નામથી પ્રખ્યાત થયેલું બનાસકાંઠા-ડીસાનું રિસાલેશ્વર મહાદેવ મંદિર,વાંચો ધાર્મિક મહત્વ...

શ્રાવણ માસ વિશેષ : અંગ્રેજોના સમયમાં સૈનિક છાવણીના નામથી પ્રખ્યાત થયેલું બનાસકાંઠા-ડીસાનું રિસાલેશ્વર મહાદેવ મંદિર,વાંચો ધાર્મિક મહત્વ...
X

સુદ્ધ મન અને સુદ્ધ કર્મ જ ભક્તિનું પ્રથમ સોપાન છે. ધર્મમાં જેમ સંપૂર્ણ શ્રદ્ધા જરૂરી છે, તેવી જ રીતે કર્મમાં પણ સંપૂર્ણ સમર્પણ ખૂબ જ આવશ્યક છે. જે રીતે મંદિરો શ્રદ્ધાના કેન્દ્રો છે, તેવી જ રીતે કર્મઠતાના પ્રતિક છે. આપણા સૈનિકો આ ધર્મ અને કર્મનું સંગમ સ્થાન એટ્લે રિસાલેશ્વર મહાદેવ. તેની પૌરાણિક કથા જેટલી રોચક છે, તેટલો જ અનોખો તેના નામનો મહિમા છે. તો ચાલો જાણીએ બનાસકાંઠાના ડીસામાં આવેલા રિસાલેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક મહત્વ.



બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલા ભગવાન શંકરનું રિસાલા મંદિર તેમના નામના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. ભગવાન શંકરનું આ પહેલું એવું મંદિર છે, જેનું નામ “ૐ શ્રી તોપખાનેશ્વર મંદિર” પણ છે. કહેવાય છે કે, જે સમયે ડીસામાં અંગ્રેજોનું શાસન હતું, તે સમયે સૈન્યની અલગ અલગ ચામયો હતી. જેનું નામ રેજીમેંટ, રિસાલો અને પલટન હતું. તે ઉપરાંત દારૂગોળો અને તોપ રાખવા માટે પણ તોપખાના હતા. તે સમયે અંગ્રેજોની સેનામાં કેટલાક હિન્દુ સૈનિકો પણ હતા, જેઓ જે તે વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરોમાં દર્શનાર્થે જતાં હતા. તે જ કાળના આ શંકરના મંદિરો આજે સૈનિક છાવણીના નામથી પ્રખ્યાત થયા છે, કહેવાય છે કે આ મંદિર જૂનું એટ્લે કે 200થી વધારે વર્ષ જૂનું માનવમાં આવે છે. રિસાલેશ્વર મહાદેવ ડીસા શહેરની મધ્યમાં આવેલું મંદિર છે, જ્યાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવજીને અલગ અલગ પ્રકારના અભિષેક કરવામાં આવે છે. ભગવાનની ભક્તિમાં લીન ભક્તોની મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે. ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે, પરંતુ આસ્થાનું પ્રતિક ગણાતા રિસાલેશ્વર મહાદેવ મંદિરની મહિમા કઇંક અનેરી જ છે.





Next Story