બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ અને ગુલાબ-સેવંતીના ફૂલનો દિવ્ય શણગાર કરાયો...

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update
Advertisment
  • વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ

  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને ફૂલનો શણગાર

  • 51 કિલો સુખડીનો અન્નકૂટ અને ગુલાબ-સેવંતીનો શણગાર

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

Advertisment

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરી 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે. કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories