ઝઘડીયાના ઉમધરા ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભાગવત કથા યોજાય
કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
કથાકાર કિરણ મહારાજે મધુરવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 9 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ, જ્યારે તા. 15 ડિસેમ્બરનો રોજ કથાનું સમાપન કરવામાં આવશે, ત્યારે કથા દિવસ દરમ્યાન રોજ બપોરે 1થી 4 સુધી સુંદર ભક્તિસભર માહોલમાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
આ સાથે જ કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથાના વક્તા તરીકે કથાકાર ગોવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુરવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમધરા ગામના ધર્મપ્રેમી હરેન્દ્રસિંહ, વિજયસિંહ વાંસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.