/connect-gujarat/media/post_banners/762cec8904377f1147762184b8b3d2e136cd110e9f534c29d4d3f0e0a9d50abc.jpg)
ગીર - સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં નવરાત્રી પર્વની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય રહી છે. બાળાઓ જગત જનની મા જગદંબાની વિવિધ સ્વરૂપોને વેશભુષાથી જીવંત કરે છે....
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે. ગ્રામજનો ગરબાની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ કરતાં હોય છે. સમસ્ત પ્રશ્નાવડા ગામના યુવાનો ખભે ખભા મિલાવી નવ દિવસ વાતાવરણને ભક્તિમય બનાવે છે. ગામલોકો પરંપરાગત રીતે ગરબા રમતા આવ્યાં છે. ગામમાં ઘણા વર્ષોથી નવરાત્રિમાં ભવાની માતાજીનું સ્થાપન કરવામાં આવે છે અને નવ દિવસ સુધી તેની આરાધના કરાય છે. ગામના લોકો પ્રાચીન ગરબી રમતાં હોય છે. દેશ તથા દુનિયામાંથી કોરોનાની મહામારી નાબુદ થાય તે માટે આદ્યશકિત મા જગદંબાને પ્રાર્થના પણ કરાય છે.