આણંદ : ઉમરેઠ સ્થિત શ્રી સિકોતર માતા મંદિરના 20મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી કરાય...

શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો

આણંદ : ઉમરેઠ સ્થિત શ્રી સિકોતર માતા મંદિરના 20મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી કરાય...
New Update

ઉમરેઠ સ્થિત શ્રી સિકોતર માતાજીના મંદિરનો પાટોત્સવ

માઈભક્તો દ્વારા 20મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી

નવચંડી યજ્ઞ, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આણંદ જિલ્લાના ઉમરેઠ નગરના ખારવાવાડી વિસ્તારમાં આવેલ માઈભક્તોની આસ્થાના કેંન્દ્ર સમાન સિકોતર માતાજી મંદિરના 20મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. 20મા પાટોત્સવના ભાગરૂપે ઉમરેઠ સહીત આસપાસના ગામના લોકો તેમજ શ્રી સિકોતર માતાજીને કુળદેવી તરીકે પૂજતા માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે નવ ચંડી યજ્ઞ, શ્રીફળ હોમવા સહિત અન્નકૂટ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સિકોતર માતાજી જીર્ણોદ્ધાર કમીટીએ ભારે જહેમત ઉઠાવી હતી.

#Gujarati News #Umreth #ઉમરેઠ #શ્રી સિકોતર માતા મંદિર #પાટોત્સવ #Anand News #Sikotar MAta Mandir #સિકોતર માતાજી
Here are a few more articles:
Read the Next Article