પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટ્યા
શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો થયો પ્રારંભ
સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે કરાયું અનેરૂ આયોજન
શ્રાવણનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ થયો છે,અને પૂર્ણાહુતિ તારીખ 23મી ઓગષ્ટ 2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે આ પાવન અવસરે સોમનાથ ભજન,ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે સોમનાથ ભજન,ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે.મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન બન્યા હતા. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણના ચાર સોમવાર, અગિયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જનને સુંદર રીતે થાય તેવુ આગવું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.